શૈક્ષણિક પ્રવાસ - સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા
વન ભોજન
શૈક્ષણિક પ્રવાસ
પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે.. વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.
તેલાવ પ્રાથમિક શાળા માં તા:૨૦/૧૨/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા નો એક દિવસ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો
તેલાવ પ્રાથમિક શાળા ના ૫૦ બાળકો અને ૨ શિક્ષકો ને GCERT ગાંધીનગર ધ્વારા મફત માં શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો . જે દરમ્યાન સરિતા ઉદ્યાન , દાંડીકુટીર , વિધાનસભા , ઇન્દ્રોડાપાર્ક , અડાલજ ની વાવ ,BISAG સ્ટુડીઓ ,SCIENCE CITY , જેવા સ્થળ ની મુલાકાત કરાવવામાં આવી.
શૈક્ષણિક પ્રવાસ