Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

વિજ્ઞાન મેળો

                      ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 
          💭CRC કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં પ્રથમ નંબર 👏૨૦૨૩


         💭તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં તૃતીય નંબર 👏



                        💭મગજને કસવાની કસરતો !
શિક્ષણ શું છે જો બારીકાઈથી વિચારવામાં આવે તો એક માનસિક પ્રક્રિયા મજબૂત કરવા માટે અથવા તો એમ કહી શકાય કે એક બાળકની વિચારશક્તિ સર્જનશક્તિને મજબૂત કરવા માટેના પાયાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક પ્રક્રિયા. કેટલીક જગ્યાએ આપણને એવું સાંભળવા મળે છે કે પાઠ્યક્રમના કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જે આપણને આખી જિંદગી કામ લાગતા નથી હોતા. તો પછી તેને ભણવાનું શા માટે ખાસ કરીને કેટલાક વિદ્વાનો બીજ ગણિત નું ઉદાહરણ વધુ પડતું આપતા હોય છે. બીજગણિતના સમીકરણનું આપણા જીવનમાં શું કામ છે? ભણ્યા પછી ક્યારેય આપણા જીવનની રોજીંદી ક્રિયાઓમાં કામ નથી લાગ્યું. એવી પ્રક્રિયાઓ કરી અથવા તો એવી પ્રક્રિયા શીખીને શું કામ ? તેના કરતાં બીજી કોઈ પ્રક્રિયા ઉપર વધુ ભાર મૂકીને વધુ સારી રીતે રાખી શકાય કે જે આપણને કામ લાગે છે. આવી  ગણતરીઓ સાથે અપાતા ઉદાહરણો આપણને પણ ક્યારેક વિચારમાં મૂકી દેશે કે ખરેખર આપણે શિક્ષક તરીકે બાળકની કહીશ કે કયા વિષયવસ્તુ પર વધારે ફોકસ કરવું જોઈએબહારના અથવા તો શિક્ષણ સાથે જેને લેવાદેવા નથી તે વ્યક્તિઓ કદાચ આવા વાક્ય બોલી શકે પણ આપણે દરેક તબક્કે વિષય વસ્તુ અને તેની પ્રક્રિયામાં બાળકના મગજમાં થતી કસરતને ધ્યાનમાં રાખવી જોઈએ.
સમાજ તો શૈક્ષણિક પ્રક્રિયાને અને રમતગમતને અલગ અલગ દ્રષ્ટિએ જોશે. પુસ્તકાલય અને પાઠ્યપુસ્તકો ને અલગ અલગ આંખે જોશે. એક શાળા તરીકે અથવા તો એક શિક્ષક તરીકે આપણું કામ બાળકને ઘડવાનું એટલે તેમાં સામાજિકતા લાવવાનું છેસામાજિકતા કહીએ છીએ ત્યારે એનો અર્થ  બાળકમાં તમામ પ્રકારના કૌશલ્યનો વિકાસ કરવાનો છે.  જેથી  તે ભવિષ્યમાં સમાજની વચ્ચે જઈને તે સામાજીક જીવન જીવી શકેસામાજિક જીવનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ લાવી યોગ્ય નિર્ણય કરી શકે. આ બધા માટે તેની તમામ પ્રકારની સમજણ એ ખુબ મહત્વનું પાસું છે. જેમ કબડ્ડી એ માત્ર રમતગમત સાથે ન જોડતાં નિર્ણય શક્તિ નો વિકાસ કરે છે તેવું જ શાળા કેમ્પસમાં સમાયેલી તમામ પ્રવૃત્તિઓનું છે. લાયબ્રેરીના પુસ્તકો કરતાં પાઠ્યપુસ્તક વાંચવું એવું કહેનારા નથી જાણતા કે પુસ્તકાલયના પુસ્તકો વડે તેમનું જે ઘડતર થાય છે એ આપણી બક બક ક્યારેય નહિ કરી શકે !
        આ આખી બાબત આંખ સામે બનતી જોઈ શક્યા....આ વખતે ઈન્સ્પાયર એવોર્ડ માટેના આઇડિયા કલેકશનમાં અને વિજ્ઞાનનું મોડેલ બનાવવામાં.
રોજ નવા આઇડિયા લઈને આવે. આજે જો ફ્લોર વોશિંગ મશીનનું વિચારે તો કાલે આવીને નાની મોટર્સની માગણી કરે...કેમ પૂછીએ તો કહે..ફાયર એન્જીન બનાવવું છે. વળી, કોઈકને પ્રદૂષણ વિષે સાંભળી થાય કે બધાને ખબર છે કે નુકસાન કરે છે તોય કોઈ કઈ કરતું કેમ નથી ? અમે કહ્યું એમ નથી, જો ને આપણે પ્રયત્ન કરીએ જ છીએ ને ? તો જવાબ મળે કે એ તો આપણે...બધા કેમ નથી લડતા ? અમને સુઝ્યું એમ કહ્યું કે એના માટે બધાને નરી આંખે દેખાવું જોઈએ કે આ નુકસાન કરે છે. તો ત્રણ ચાર દિવસ એની માથાકૂટ ચાલી. ગામ આખું અમારી આ વાતોમાં વોટ્સેપ ગૃપથી જોડાયેલું. આખા ગામને (૧૧૪ જેટલા સભ્યો છે...એટલે મોટાભાગના ઘરમાં/ફળિયામાં વાતો પહોંચે.) રોજરોજ ખબર પડે. દેવ, અમરદીપ, રાજ, પ્રિયા, સંદીપ, ફિરદૌસ એ બધા તો ઘરે પણ ખણખોદ કરતા હોય. મનહર અને તેના ભાઈ તો ખાસ ત્રણેક કલાક બાળકોએ કહ્યું એમ વેલ્ડિંગ કરી કાર બનાવી આપી. અને ફિરદૌસના લાઈ ફાઈથી તો હવે કોણ અપરિચિત હશે !
સી.આર.સી. કક્ષાએથી ત્રણ મોડેલ્સ તાલુકામાં અને ત્યાંથી આપણા ટેણીયા  તો જીલ્લાના વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચી ગયા.
હવે, આ બધા માટે તેમને પોતાના ઘરે અને શાળામાં કેટલો સમય...આપ્યો હશે એનો અંદાજ લગાવીએ તો થાય કે જો કોઈકે કહ્યું હોત કે આ બધું પરીક્ષામાં નથી આવવાનું – છાનામાના એ વાંચો તો શું થાત ?
             

         તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તેલાવ પ્રાથમિક શાળા નો પ્રથમ નંબર આવેલ છે

વિજ્ઞાન મેળો

                     તેલાવ પ્રાથમિક  શાળા માં તા:02/03/2016 ને બુધવાર

ના રોજ  વિશ્વવિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી જે નિમિતે શાળા માં વિદ્યાથીઓ ધ્વારા જુદા જુદા પ્રયોગો નું નિદર્શન કરવામાં આવ્યું  આ કાર્યકમ માં ગામ લોકો તથા  એસ.એમ.સી ના સભ્યો તથા ગામમાં આવેલી હાઈસ્કુલ ના બાળકો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું 


                                     વિજ્ઞાન મેળો 

તેલાવ પાથમિક શાળા માં તા:૨૮/૦૨/૨૦૧૫ ને શનિવાર ના રોજ  વિશ્વવિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી જે નિમિતે શાળા માં વિદ્યાથીઓ ધ્વારા જુદા જુદા પ્રયોગો નું નિદર્શન કરવામાં આવ્યું  આ કાર્યકમ માં ગામ લોકો તથા  એસ.એમ.સી ના સભ્યો તથા ગામમાં આવેલી હાઈસ્કુલ ના બાળકો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું 



                                    સ્વાઈનફ્લુ  વોર્ડ 



   તાજેતર માં ચાલતા   સ્વાઈનફ્લુ ના રોગવિશે લોકો માં જાગૃતિ વવામાટે સ્વાઈનફ્લુવોર્ડ  તૈયાર કરમાવા આવ્યો જેનાથી બાળકો માં તે અંગે સભાનતા આવે 








     સ્વાઈનફ્લુ ના રોગ થી રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉકાળો બનાવી ને સમગ્ર બાળકો ,શિક્ષકો   ગ્રામજનો અને હાઇસ્કુલ ના બાળકો ને તે પિવડાવવા માં આવ્યો 








  



         ફાયર સેફટી                                                                                                                     આગ લાગે ત્યારે  કેવી રીતે કાબુમાં લાવી   શકાય  તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું 














પ્રદૂષણ ને કારણે  ઓઝોન ના સ્તર માં ઘટાડો થાય છે જેના કારણે સૂર્ય ના અત્યંત જલદ પાર જાંબલી કિરણો પૃથ્વી પર આવી આપણ ને નુકશાન પહોચાડે છે.

                                        ગણિત વિજ્ઞાન પ્રદર્શન 

          ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકતા શ્રી મહેશભાઈ પી મહેતા
        ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળતાં શ્રી મહેશભાઈ પી મહેતા સાહેબ

     ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળતાં આચાર્યશ્રી વિજયકુમાર કાંતિલાલ પટેલ
   


                આજ રોજ સાયન્સ વાન ઘ્વારા તેલાવ પ્રાથમિક શાળા ના બાળકો ને વિવિધ પ્રયોગ નિદર્શન કરાવવામાં આવ્યું

               🔍 લીલનું 🔬સુક્ષ્મદર્શન!! 😎