Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

પ્રવૃત્તિ -અન્ય પ્રવૃતિઓ


આજ રોજ તા:14/8/2019 ને બુધવાર ના રોજ અત્રે ની તેલાવ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતાદિવસ ને અનુસંધાનમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી 
સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ શ્રી પારૂલબેન સી તલવાળી ઘ્વારા વક્તૃત્વસ્પર્ધા કરવામાં આવી જેમાં ધોરણ-6 થી 8 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાં થી વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા                                                                                    ત્યારબાદ ધોરણ-3 થી 5 ના શિક્ષકમિત્રો ઘ્વારા  ચિત્રસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું  અને વિજેતા વિદ્યાર્થીઓ ને નંબર આપવામાં આવ્યા
                                                                                👿     નિબંધસ્પર્ધા 👺



આનંદ” એ બાળકોને મોટી મૂડી છે. બાળકો માટે આનંદ માણવો એ જ સર્વસ્વ છે. જેમાં આનંદ આવે તે સ્વેચ્છાએ કરવું અને જેમાં આનંદ ન આવતો હોય તે સૂચના છતાં પણ ન કરવું એ તેમનો સ્વભાવ હોય છે.  બાળકના આ જ સ્વભાવને ધ્યાનમાં રાખી આપણે પણ તેને આનંદ આવે તેવી જ પ્રવૃત્તિની સૂચનાઓ સાથે આપણા શિક્ષણને સંલગ્ન કરવું એ જ એક ચતુર શિક્ષકની નિશાની છે. વર્ગખંડોમાં એક પણ મિનિટ જો બાળકને કંટાળો આવે એવું થાય, તો પછીનો શાળા સમય જાણે કે બાળક તરફથી અઘોષિત ગેરહાજરી જ ! આપણી પ્રવૃત્તિ અથવા પદ્ધતિઓને બાળકના આનંદ સાથે મિશ્રિત કરી કેવી રીતે પીરસવી તે આપણે શીખી લેવું જોઇએ અથવા તો સમજી જવું જોઈએ – અને આ તમામ શૈક્ષણિક પ્રક્રિયા પર લાગુ પડે છે. તો જ બાળકને આપણે જે કહેવા માગીએ છીએ તે બાળકો સરળતાથી સમજવા માંડશે/માંગશે.. એટલું જ નહિ આપણે કહેશું તેમ તરત જ કરશે પણ ખરા ! ઘણીવાર આપણી ફરિયાદો હોય છે કે બાળકો સમજતાં નથી પણ ખરું તો એ છે કે સમજવા માગતા નથી, કારણ કે તે તેમના રસક્ષેત્રની બહારની  વાતો છે. માટે જ આપણે આપણા રસક્ષેત્રની બહારની બાબતો જોડે જેવું વર્તન કરીએ છીએ, તેવું જ વર્તન બાળકોનું હોય તે સ્વાભાવિક છે !

તો તેનો ઉપાય શું ? બસ એક જ કે  “બાળકમય બની જઈએ અથવા તો બાળક જ બની જઈએ  નીચેની  લીંક ઉપર ક્લિક કરી તમે અમારા વર્ગખંડ આ વિડીયો તમે પણ બે મિનિટ  માટે વિચારતા થઇ જશો કે આ વર્ગખંડમાં  બાળક કોણ છે  અને શિક્ષક કોણ છે ? -  કારણકે બાળકોની સાથે સાથે અમારા શિક્ષક પણ પ્રવૃત્તિની  એટલી જ મજા માણી રહ્યા છે અને તેમને જોઈ તેઓની સાથે સાથે બાળકો પણ આનંદિત થઇ રહ્યાં છે !ગુજરાત ગૌરવદિન 


3




રાષ્ટ્રીય એકતાદિવસ  પ્રતિજ્ઞા 








Yy










પોલીયો જાગૃતિ અભિયાન 




    માસુમ પ્રોજેકટ

તમાકુ મુક્ત શાળા