Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ગ્રીન શાળા

           અમારી શાળામાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેકટ અંતર્ગત બાળકોમા નાનપણથી જ પર્યાવરણ બચાવવા તરફ સભાનતા કેળવાય અને બાળકો પર્યાવરણ નુ જતન કરતા થાય તે હેતુથી બાળકોની બનેલી 6 ટીમ કાર્ય કરે છે. આ માટે બાળકોની Air audit Team,water audit Team,Energy Team,soil Team,west Team,building Team જેવી 6 ટીમ તેમના માર્ગદર્શક શિક્ષક ની દોરવણી નીચે કાર્ય કરે છે. આ માટે બાળકો માટે ફાયર મોક ડ્રીલ.... ભુકંપ મોક ડ્રીલ..... શાળા મા કિચન ગાર્ડન..... શાળામાં સોલાર દ્વારા ઉર્જા ઉત્પન્ન..... જેવી પ્રવ્રુતીઓ કરાવ્વામા આવે છે. જો ગુજરાત ની તમામ શાળાઓમા આ પ્રોજેકટ નો અમલ કરવામા આવશે તો આવનારી ભારત ની ભાવી પેઢીને100% ગ્લોબલ વોર્મીંગ જેવી વૈશ્વીક સમસ્યાઓ થી બચાવી શકાશે.......

ગ્રીન સ્‍કુલ

શાળાની ઇમારતો સૌથી મોંઘી સંપત્તિ છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેનો સસ્‍ટેનેબલ વિકાસ કરવામાં આવે જેથી તેમનું બાંધકામ અને સંચાલન ભવિષ્યની પેઢી માટે પણ પ સસ્‍ટેનેબલ રહે. એસએસએના ઉદ્દેશો - બધા બાળકોના પ્રવેશ, નામાંકન, સ્‍થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, પ્રાપ્ત કરવા માટે, હાલની તમામ શાળાઓને ગ્રીન સ્કૂલમાં રૂપાંતરિત કરવી જોઈએ જેથી તે શાળામાં આવવા બાળકોને આમંત્રણ આપે, આકર્ષે અને નામાંકન સ્‍થાયી રાખે જેથી નામાંકન અને સ્‍થાયીકરણમાં સુધારો થાય.

SSA ના ઉપરોક્ત પાસાઓને સંબોધવા માટે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2013માં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા શાળાનો માત્ર સસ્‍ટેનેબલ વિકાસ કરવા માટે જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલનના સંદર્ભમાં તેને ગ્રીન જાળવવાનો છે.

'ગ્રીન' શબ્દ એ અગાઉની ઇકો-સિસ્ટમને પુનઃસ્થાપિત કરીને ભાવિ ઇકો-સિસ્ટમને થતું નુકસાન અટકાવવામાં ફાળો આપીને ભાવિ પેઢીના જીવનને સુધારવાની વર્તમાન પેઢીની જવાબદારી રજૂ કરે છે.

આપણા પર્યાવરણના તત્વોઃ
  • હવા - માનવ અસ્તિત્વ, રસોઈ, પરિવહનને કારણે ઉત્સર્જિત વાયુઓ અને હવાની ગુણવત્તા
  • પાણી - જળ સ્ત્રોતો, RWH, જળ સંરક્ષણ અને રિસાયક્લિંગ
  • જમીન - જમીનનો મહત્તમ ઉપયોગ, જૈવ -વિવિધતાનો મહત્તમ ઉપયોગ, જમીન સંરક્ષણ
  • ઊર્જા - વીજળીનો વપરાશ, રસોડાનું બળતણ, ઇમારતમાં ગરમી / ઠંડક
  • કચરો - ઘન, પ્રવાહી કચરાનું વિભાજન, કચરાને સંશાધનમાં રૂપાંતરિત કરવા, કચરો ઘટાડવો
  • મકાન - જગ્યાનો મહત્તમ ઉપયોગ અને આરામ, પ્રકાશ, કાર્યક્ષમતા, સલામતી અને સુરક્ષા

ધ્યેય:સસ્‍ટેનેબલ ઇકો-સિસ્ટમ બનાવવા માટે પ્રચાર-પ્રસાર કરી શાળાઓને સંવેદનશીલ બનાવવી અને બાળકોને આંદોલનના મશાલ-વાહક બનાવવા

હેતુઓ:-
  • ગ્રીન સ્‍કુલનું મહત્વ અને તેનાથી થતા લાભ વિશે જાણવું
  • બાળકોમાં સર્જનાત્મકતા અને સારી સમજણ વિકસાવવી
  • બાળકોને તેમની આસપાસના વાતાવરણમાંથી વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાના ખ્યાલો શીખવવા
  • સમાજમાં નાવિનયપૂર્ણ વિચારો વિકસાવવા
ઘટકો:-
  • વરસાદી પાણીની સંગ્રહ પદ્ધતિ અને પાણીનું વ્‍યવસ્‍થાપન
  • વૃક્ષોનું વાવેતર
  • સૌર ઊર્જા અને સૌર રસોઈ
  • ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓ
  • કચરાનું વ્યવસ્થાપન
  • શાળા સલામતી યોજના અને શાળાનો એકંદરે વિકાસ અને ફેરફાર
પધ્ધતિ:-
  • શાળા અને આસપાસની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે પ્રમાણભૂત ધોરણો સાથે ઓડિટ ફોર્મનો વિકાસ
  • ટેક્નિકલ સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રક્રિયા માટે તાલીમ આપવામાં આવે છે
  • શરૂઆતમાં, બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવે છે જેમાં શાળાઓને પ્રારંભિક સ્કોર આપવામાં આવે છે
  • જે શાળાએ સસ્‍ટેનિબિલિટીને સંબોધવા માટે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી છે, ત્યાં થોડા મહિનાઓ પછી, બીજો એક-મધ્યવર્તી સર્વે હાથ ધરવામાં આવે છે.
  • અત્યાર સુધી શું સિધ્ધ થયું છે તેનું મૂલ્યાંકન કરવા માટે અંતિમ સર્વે કરવામાં આવે છે. આ એક અવિરત પ્રક્રિયા છે જેમાં વિવિધ પાસા પર પરિવર્તન લાવી તેમાં વધુને વધુ સારું કામ કરવામાં આવે છે
  • આ સર્વે બાળકો, શિક્ષકો અને ટેકનિકલ સ્ટાફ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત હાથ ધરવામાં આવે છે
મુખ્‍ય તત્વોઃ
  • આ કાર્યક્રમનો અભ્યાસક્રમ સાથે સુમેળ સાધવામાં આવે છે
  • સર્જનાત્મકતા વિકસાવવી: બાળકોમાં ગ્રીન સ્કૂલોનું મહત્વ અને તેનાથી થતા લાભ જાણવા અને સમાજ માટે આ વિચારના વાહક બનવા માટે બાળકોમાં સારી સમજણ વિકસાવવા માટે
  • સસ્‍ટેનેબલ પધ્ધતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમાજ કે ગામમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા આવશ્‍યક છે, જેથી શાળામાંથી શરૂ થયેલ પ્રવૃત્તિઓનો સમગ્ર ગામ સમુદાયમાં ફેલાવો થાય
  • કાર્યક્રમ આસપાસની તે તમામ બાબતો માટે છે જે પ્રકૃતિને અસર કરે છે
😮 શાળા પર્યાવરણ અને ગ્રામજનો !!
    આવું શાળા પર્યાવરણ અમારે ત્યાં તો શક્ય નથી ? તમે જુઓ તો પાણીના નળ ના રહેવા દે તો આવો સરસ બગીચો રહેવા દે ખરા ?  અથવા તો ગામ લોકોનો શરૂઆતથી જ સહકાર મળે તો જ આવું બની શકે !! -  કપાળમાં પડેલી કરચલી અને ખેંચાયેલી ભ્રમરો સાથે જ્યારે મુલાકાતી શિક્ષકમિત્રો ના મુખે આવી વાત સાંભળતા હોઈએ ત્યારે અમને અમારી જૂની શાળા, તેનું ઉજ્જડ મેદાન અને ફક્ત કેટલાક વૃક્ષો યાદ આવે છે, કે જો તેની નીચે વહેલા તે પહેલા ના ધોરણે કોઈ બાળકો લઈને બેસી જાય તો બાકીના વર્ગો ગરમી વેઠે ! શાળાકીય પર્યાવરણને બનાવવા માટે દરેક વ્યક્તિઓને જેવી મુશ્કેલીઓ અત્યારે [ગણાવે] આવે છે તેવી જ મુશ્કેલીઓ શરૂઆતના વર્ષોમાં આ શાળા પરિવારે પણ અનુભવી છે – માટે જ અમારી લાગણીઓ તેમની સાથે  જ છે - પરંતુ તે સમયમાં પણ અમારો નિર્ધાર એવો જ હતો કે “એટલી મહેનત કરીએ કે મેદાનમાં અથવા તો શાળા પર્યાવરણમાં એવી મહેનત દેખાય કે નુકશાન કરવાવાળાને પણ એકવાર સંકોચ થાય અથવા તો નુકસાન કરી રહેલા વ્યક્તિને ત્રાહિત વ્યક્તિએ પણ રોકવાનું મન થાય !! આવા વિચારથી જ શરૂ થઇ શાળાના પર્યાવરણને બનાવવા માટેની મહેનત ! રોજ મહેનત અને  રોજ નિરાશા ! કમ્પાઉન્ડ વોલ વિનાના કમ્પાઉન્ડમાં સવારે સરસ રીતે રોપાયેલી બારમાસીને સાંજે વળતું થયેલું ગાયોનું ધણ અદ્રશ્ય કરી દેતું !! પણ પછી તો ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે મેદાનમાંથી એકસાથે ગાયોનું ધણ જે રોજેરોજ અમારી મહેનત પર પાણી ફેરવતું હતું તેના ગોવાળને ગાંડા બાવળોની કાપેલી ડાળીઓ વચ્ચે છુપાઈ ને રોપાયેલ  છોડવાઓમાં શાળા પરિવારની મહેનત દેખાઈ અને ચાર બારમાસી તથા  બે – બે ગુલમહોર અને કાશદને સાચવવા પણ તે ગાયોના ધણની પહેલાં “કહેવાતા” આ ૪ બાય ૮ ના  બગીચાના બચાવમાં આવીને ઊભો રહી જતો ! આ દ્રશ્ય શાળા પરિવારની મહેનતમાં ગ્લુકોઝના બોટલથી કમ નહોતું !  કંપાઉન્ડવોલ વગરની શાળામાં બગીચો બનાવવો એ જે જાણે કે સ્વપ્ન હતું એ સાકાર થવાનો આશાવાદ બંધાયો ! શાળા પરિવારની મહેનત ધીમે ધીમે વિસ્તરતી ગઈ !  પરિણામે ધીમે ધીમે પેલા વૃક્ષોને સાથી મળતાં ગયા. ફક્ત મહેનત જ નહિ, તેને સાચવનારા ગોવાળથી શરૂ થયેલી બાગ પ્રત્યેની સંવેદના ગ્રામજનો સુધી વિસ્તરાવતા ગયા ! નુકશાન કરવા વાળા તો અદ્રશ્ય થઈ ગયા પણ અજાણતાં પણ નુકશાન થતું હતું તેઓનું વર્તન પણ ધીમે-ધીમે શાળા પર્યાવરણ સાચવવા માટે “અમે પણ તમારી સાથે છીએ” વાળો વ્યવહાર શરૂ થયો.  “શાળા પર્યાવરણને નુકશાન કરવું” - એ સ્વભાવ તો ક્યાંય વર્ષો પહેલાંથી છૂટી ગયો, પરંતુ શાળામાં બહાર પડેલી વસ્તુઓ ની સાચવણી કરવી તે જાણે કે ત્યાંથી પસાર થતા દરેક ગ્રામજનોના વ્યવહારમાં આવી ગયુ. આવો બદલાવ આવવા પાછળનું કારણ ફકતને ફક્ત શાળા પરિવારનો એ નિર્ધાર જ હતો કે – “શાળા એ ગામનું ઘરેણું છે” - એ પોતાની મહેનત વડે સાબિત કરવું. અને તે માટે મુશ્કેલીઓ વચ્ચે પણ એકાદ બે ટકા નુકશાનકર્તા વ્યક્તિઓને ઇગ્નોર કરી બાકીના ૯૮% કે ૯૯% આપણા હિતેચ્છુ ગ્રામજનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા કેટલાય પ્રયત્નોના અંતે શાળા પરિવાર શાળાનું એવું પર્યાવરણ બનાવવામાં સફળ થયો છે જેવું પર્યાવરણ એ  દરેક શિક્ષકનું પોતાની શાળા માટેનું સ્વપ્ન છે !  પ્રસંગોપાત જયારે પણ શાળા પર્યાવરણની વાત નીકળે ત્યારે તેના નિર્માણમાં જોડાનાર ગોવાળથી માંડી ગ્રામજનો સુધીનો આભાર માનવાનું આજે પણ શાળા નથી ચૂકતી ! લાગે છે કે અમારો આ સ્વભાવ જ ગ્રામજનોને અહેસાસ કરાવે છે કે “શાળા એ ફક્ત શિક્ષકોની નહિ, આપણા સૌની છે !” 




þ બાળકોનો પ્રકૃતિ પ્રેમ અને શાળા પરિસર þ




મિત્રો, માનવ સહજ સ્વભાવ છે કે તેને પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ હોય છે. જન્મજાત આપણે સૌ આસપાસનાં પર્યાવરણ માંના ઝાડ-પાન-પશુ-પંખી પ્રત્યે લાગણીઓથી ગૂંથાયેલા હોઈએ છીએ. પર્યાવરણનું જતન કરવું અને તેમાંના પશુ પંખીઓને પોષવા - તે ઉદેશ્ય આપણી સમાજ વ્યવસ્થાએ માન્યતાઓ ધ્વારા આપણી રહેણીકરણીમાં વણી લીધું છે. તમે તમારું બાળપણ યાદ કરશો તો ખ્યાલ આવશે કે નાનપણથી જ આપણી આસપાસનાં પશુ પંખી જીવજંતુને નુકશાન ન થાય તે માટેની પરોક્ષરૂપે પ્રેરવામાં આવ્યા છે અને એટલે જ તો બાળક પડી જાય અને રડવા લાગે તો તરત જ આપણે બોલી પડીએ છીએ કે “ અરરર, જો જો કીડી મરી ગઈ અથવા તો જો કીડીને પણ વાગ્યું ! – સાંભળતાં જ બાળક રડવાનું છોડી જાણે કીડીને શોધવામાં લાગી જાય છે. [ વાક્ય ભલે બાળકને રડતું બંધ કરાવવા બોલાયું હશે, પરંતુ અજાણતાં જ બાળકોમાં એ ભાવના પેદા કરવામાં આવે છે કે જો તારા પડવાથી બિચારી કીડીને પણ વાગ્યું. જે વાક્ય અગામી સમય માટે બાળકમાં જીવજંતુઓ પ્રત્યેની સંવેદના અને દરકાર ઉભી કરે છે. ] પોતાના પડવાથી જીવજંતુને નુકશાન થયાનો બાળપણમાંથી જ અહેસાસ કરાવતી સમાજિકતાને ક્રમશઃ જાળવી બાળકો આસપાસનાં પર્યાવરણમાં સમાયેલ જીવો પ્રત્યે સોહાર્દ કેળવે તેવું શાળા પરિસર ઉભું કરવું જ રહ્યું ! અને આ જ તો શાળા વ્યવસ્થામાંના પર્યાવરણ વિષયનું હાર્દ છે.   

શાળામાં પરિસરમાં અક્ષયપાત્ર પ્રવૃત્તિ અંતર્ગત પક્ષીઓ માટે અનાજ લાવી અક્ષયપાત્રમાં ઉમેરતી અમારી દીકરી સિમરન 




મળેલ પરિણામ

  • પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બાળકો અને સમુદાય
  • વિદ્યાર્થીઓને સાચા વૈશ્વિક નાગરિક બનાવવા તરફનું અનુકૂળ વાતાવરણ
  • અધ્યયન અને અધ્યાપનની અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી કરવી
  • સારી પદ્ધતિઓ તેમજ લાક્ષણિક્તાઓને ચાલુ રાખવા અને જાળવવા માટે સમુદાયની સહભાગિતા
  • શાળાની આસપાસ વિસ્‍તાર અને ગામમાં સ્વસ્થ અને સુખદ વાતાવરણ પૂરું પાડવું
  • શાળા પ્રત્યે માતા –પિતાની શ્રધ્ધા અને વિશ્વાસમાં થયેલ વધારો
  • નામાંકન અને સ્‍થાયીકરણમાં વધારો
  • વ્યવહારુ અનુભવ દ્વારા સમૃદ્ધ અભ્યાસક્રમ
  • શિક્ષકો અને બાળકોમાં વ્યક્તિગત અને સામાજિક માલિકીભાવમાં વધારો
  • પર્યાવરણમાં થયેલ સુધારો અને પ્રદૂષણમાં થયેલ ઘટાડાને કારણે વિદ્યાર્થીઓના આરોગ્‍ય સ્તરમાં સુધારો








ગ્રીન શાળા વિવિધ ટુકડીઓ