Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

૨૬ મી જાન્યુઆરી

भारतमाता की जय...!!!
   

મિત્રો,આપણે આ વખતે ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી..અને સાથે-સાથે આપણે આપણા પ્રજાસત્તાકનું  ગૌરવ પણ લીધું, પણ જયારે આ આપણી આ પ્રજા+સત્તાક અનુભવવાની વાત આવે છે ત્યારે જો આપણે ઘણાના અથવા તો મોટાભાગના વ્યક્તિઓના અનુભવો સાંભળીશું તો વાતો નકારાત્મકતા તરફ દોરી જશે...હવે તમે મને ઠપકો ન કરશો કે આવા આપણા ગૌરવસમા રાષ્ટ્રીયપર્વની ઉજવણી સમયે આવી નકારાત્મક વાતો વડે અમારો ઉજવણીનો આનંદ ફીકો પાડશો નહી... મિત્રો અમારો ઉદ્દેશ્ય એવો છે કે હું તમે અને આપણે સૌ દેશવાસીઓ બધા જ આ તહેવારની   ફક્ત એક દિવસ પૂરતી ઉજવણીનો આનંદ નહી પણ આખા વર્ષ દરમ્યાન અનુભવીને માણીને.. અને તે વડે જ આપણે સાચા પ્રજાસત્તાકદિનની ફલશ્રુતિ મેળવી શકીશું...અને તે માટે મારે તમારે અને આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે...આપણા દેશની જનસંખ્યાનો મોટોભાગ ગામડાઓમાં જ રહે છે.. અને શાળા એ ગામડામાં સૌથી વિકસીત અને વિશ્વાસ પાત્ર સ્થળ કહીએ તો પણ ખોટું નથી....શાળાઓ ધ્વારા જ ગ્રામજનોને પોતાની ફરજો પ્રત્યેની સભાનતા માટે પ્રેરિત કરવામાં અને હકો માટે જાગૃત કરવામાં તો જ સાચા અર્થમાં આપણે રોજેરોજ પ્રજાસત્તાક દેશમાં જીવવાનો ગર્વ લઇ શકીશું, અને આવા પ્રયત્નો કર્યા પછી આપણે આપેલ સલામી માટે આપણા તિરંગાને પણ આપણી સલામી પર ગર્વ થશે તે ચોક્કસપણે અમે કહી શકીએ છીએ...
આવા જ ઉદેશ્ય સાથેના કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમે પણ આપણા ગૌરવવંતા પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી..આવો આપને પણ અમે અમારા આ ઉદ્દેશમાં અને અમારી આ ઉજવણીમાં  સામેલ થવા આવકારીએ છીએ......
भारतमाता की जय...!!!














પ્રજાસત્તાક દિન ની ઉજવણી 
                દીકરી ની સલામ દેશ ને નામ અંતર્ગત ગામ ની દીકરી રીતુબેન વિષ્ણુભાઈ ભરવાડ ધ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો  અને ત્યાર બાદ શાળા ના બાળકો ધ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા 







                  તેલાવ પ્રાથમિક શાળા ના બાળકો ધ્વારા રેડિયો  સ્ટેશન ૯૦.૪ પર આપનો મંચ ધ્વારા  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા અને બાળકો ને વિવિધ ઇનામો આપવામાં આવ્યા