Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

શાળા નું ગૌરવ

“ગુરુ સાંદિપની પારિતોષિક વિજેતા શ્રી વિજયકુમારકાંતિલાલ પટેલ”

 







અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તથા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા વર્તમાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સાંદિપની પારિતોષિક એવોર્ડ સન્માન તારીખ 6 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાપ્ત થયેલ છે
આવું અવિસ્મરણીય સન્માન આપવા બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર

પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ



ગવર્મેન્ટ પૉલિટૅકનિક કૅમ્પસ,

  આંબાવાડી, અમદાવાદ ૧૫

ફોન : ૦૭૯-૨૬૩૦૧૧૪૮

       ઈ-મેલ : samacharabd@gmail.com

 

તારીખ : ૦૫/૦૯/૨૦૨૩                                                                સમાચાર સંખ્યા ૧૧૯૧

 

"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ

***

તેલાવ પ્રાથમિક શાળા રાજ્યમાં સૌ પ્રથમ વખત સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કરનારી એકમાત્ર પ્રાથમિક શાળા

***

ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં અમલ કરવાના આશય સાથે સતત પ્રયત્નશીલ વિજયભાઈ પટેલ

***

છેલ્લા 4 વર્ષમાં 100થી પણ વધુ બાળકોએ ખાનગી શાળા છોડી તેલાવની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો

***

વિજયભાઈ શ્રેષ્ઠ શિક્ષક, ઇનોવેટિવ આચાર્ય સન્માન સહિતના અનેક એવોર્ડ તથા બહુમાન મેળવી ચૂક્યા છે

****

શિક્ષક કભી સાધારણ નહિ "શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ"- પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલે.

 


બાળપણથી શિક્ષક બનવાની નેમ ધરાવતા વિજયભાઈ પટેલે તેમની શરૂઆતની કારકિર્દીમાં 8 વર્ષ સુધી ખાનગી શાળામાં બાળકોને શિક્ષણ આપ્યું. ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં અમલ કરવો અને વિદ્યાર્થીઓ માટે કાંઈક નવું ઇનોવેટીવ કરવાના આશય સાથે  વર્ષ 2012માં HTAT ની પરીક્ષા પાસ કરીને વિજયભાઈ સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થયા.

 


ટેકનોલોજીના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવીને શિક્ષણ મેળવે, વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે અને ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે તેમનો પાયો મજબૂત થાય તે માટે વિજયભાઈએ શરૂઆતથી પ્રયત્નો શરૂ કર્યા હતા.

 


ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં સફળ બનાવવાની નેમ સાથે આવેલા વિજયભાઈએ ગામના દાતાશ્રીઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં સૌ પ્રથમ પોતાની સરકારી પ્રાથમિક શાળામાં સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કર્યું. વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શાળામાંથી વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ અને રસ કેળવાય તેવા ઉમદા આશયથી અનોખી લેબોરેટરીનું નિમાર્ણ કરવામાં આવ્યું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને અવનવા પ્રયોગ કરી નવા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ  વાતાવરણ પૂરું પાડી રહી છે.

 


શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલના પ્રયાસોથી આજે તેલાવ પ્રાથમિક શાળામાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. વિજયભાઈના સક્રિય પ્રયાસોના ફળસ્વરૂપે છેલ્લા 4 વર્ષમાં આશરે 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને તેલાવ પ્રાથમિક શાળામાં જોડાયા છે.

 


વિજયભાઈએ દિશાસૂચક પ્રયાસો દ્વારા ગ્રામજનો અને સંસ્થાઓના સાથ સહકાર અને અનુદાન થકી પોતાની શાળાને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવી. જેના ભાગરૂપે શાળામાં વિવિધ શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની.

 


તાજેતરમાં NIEPA (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નવી દિલ્હી દ્વારા 'નિપુણ ભારત' મિશન અંતર્ગત 'નેશનલ વર્કશોપ ઓન સ્કૂલ લીડરશીપ ફોર નિપુણ ભારત' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. વર્કશોપમાં વિજયભાઈએ ગુજરાત રાજ્યમાં નિપુણ ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીનું તથા તેમની શાળાની કામગીરી, નવતર ઉપક્રમો અને શિક્ષણ ક્ષેત્રે થયેલ પ્રગતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આમ, વિજયભાઈએ દેશભરમાં ગુજરાતને બહુમાન અપાવનારી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

 


વિજયભાઈ હંમેશા બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય માટે પ્રયત્નશીલ રહ્યાં છે. જેના લીધે તેલાવ પ્રાથમિક શાળામાં બાળકો માટે અલગ અલગ કેટેગરીના પુસ્તકો ધરાવતી સોફ્ટવેર બેઝડ સમૃદ્ધ ડિજિટલી સંચાલિત લાઇબ્રેરી બનાવવામાં આવી છે. લાઇબ્રેરીમાં બાળકો ગમે ત્યારે આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે. બાળકો જાતે કોમ્પ્યૂટરમાં પોતાનો જી.આર. નંબર નાખીને પુસ્તકો વાંચવા લઈ જાય છે અને વંચાઈ ગયા પછી તે જાતે પાછા જમા કરાવી શકે છે. બાળકો પોતાની નોંધ જાતે રાખે છે. સ્ટેમ લેબ અને લાઇબ્રેરી જેવા આવા અત્યાધુનિક શૈક્ષણિક ઉપક્રમોને પરિણામે શાળાના બાળકોના લેખન, વાંચન અને અધ્યયન સ્તરમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તથા ગુણોત્સવમાં પણ શાળાએ સારો દેખાવ કર્યો છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, તેલાવ શાળાને મોડલ સ્કૂલ બનાવવા બદલ વિજયભાઈને રાજ્યમાં ઇનોવેટિવ આચાર્ય સન્માન, શ્રેષ્ઠ શિક્ષક, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાજ્યપાલ શ્રી દ્વારા બહુમાન જેવા અલગ અલગ સન્માન મળેલા છે. આવા બહુમાન વિજયભાઈની શિક્ષણ પ્રત્યેની ફરજનિષ્ઠાની સાબિતી આપે છે.

*******

આલેખન : વ્રજ મણીયાર, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ












શાળા નું ગૌરવ


શિક્ષક કભી સાધારણ નહીં હોતા...'


સાણંદ તાલુકાના તેલાવની આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈની NIEPA, નવી દિલ્હી દ્વારા 'સ્કૂલ લીડરશિપ ડેવલપમેન્ટ'માં વકતા તરીકે પસંદગી


તેલાવ પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળાઓની હરોળમાં લાવનાર  વિજયભાઈ પટેલ પોતાની સક્સેસ સ્ટોરી અને અનુભવો થકી દેશભરની શાળાઓને પ્રેરણા આપશે


ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને શાળાઓની સિદ્ધિઓમાંથી દેશના અન્ય રાજ્યોને પ્રેરણા મળશે


'નિપુણ ભારત મિશન'માં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરશે વિજયભાઈ પટેલ

***

રાજ્યમાં હાલમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2023 પૂર્ણ થયો છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને નામાંકન દર વધારવામાં શાળા પ્રવેશોત્સવ જેવા શૈક્ષણિક મહોત્સવો અને સ્કૂલ ઑફ એક્સેલન્સ સહિતના શિક્ષણ ક્ષેત્રે ચોક્કસ દિશામાં થયેલા પ્રયત્નોનો મોટો ફાળો રહ્યો છે. 


રાજ્યના શિક્ષકો આધુનિક શૈક્ષણિક સંસાધનોના યોગ્ય ઉપયોગ થકી રાજ્યને શિક્ષણ ક્ષેત્રે અવનવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે. આવા જ એક અમદાવાદ જિલ્લાના શિક્ષક છે  વિજયભાઈ પટેલ.


અમદાવાદના સાણંદ તાલુકાની તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય એવા વિજયભાઈ પટેલે દેશભરમાં ગુજરાતને બહુમાન અપાવનારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 


NIEPA(નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજયુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન), નવી દિલ્હી દ્વારા ગત મહિને 'નિપુણ ભારત' મિશન અંતર્ગત 'નેશનલ વર્કશોપ ઓન સ્કૂલ લીડરશીપ ફોર નિપુણ ભારત'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈની પસંદગી કરવામાં આવી હતી. આ વર્કશોપમાં વિજયભાઈએ ગુજરાત રાજ્યમાં નિપુણ ભારત અંતર્ગત થયેલ કામગીરીનું તથા તેમની શાળાની કામગીરી, નવતર ઉપક્રમો અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. 


વિજયભાઈના આ પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈને NIEPA, નવી દિલ્હી દ્વારા સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ  અંતર્ગત તારીખ 16 જૂન, શુક્રવારના રોજ  "LEADING INNOVATION  IN A  GOVT.PRIMARY SCHOOL  IN GUJARAT" વિષય પર વિજયભાઈ પટેલ સાથેના સંવાદનું  NCERT સ્ટુડિયો પરથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ બાબત છે. આવું બહુમાન મેળવનાર વિજયભાઈ રાજ્યના પ્રથમ શિક્ષક બન્યા છે. આ સંવાદ દ્વારા વિજયભાઈની

સક્સેસ સ્ટોરી અને તેમના શાળાના વિકાસ અંગેના અનુભવોની દેશભરની શાળાઓ નોંધ લેશે અને તેમને પણ આવા નવતર પ્રયોગો થકી શિક્ષણને વધુ રસપ્રદ કેવી રીતે બનાવવું તે દિશામાં પ્રેરણા મળશે.


તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વર્ષ-2012માં જોડાયેલા શ્રી વિજયભાઇ પટેલે તેલાવ પ્રાથમિક શાળાને ખરાં અર્થમાં આદર્શ શાળા બનાવી છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધી શકે તેવા ઉમદા આશય સાથે વિજયભાઈએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના સહકાર વડે શાળામાં સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કરાવ્યું છે, જેમાં વિજ્ઞાનના મૂળભૂત વિચારોને ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષય સાથે સંયુકત રીતે આવરી લેવામાં આવ્યા છે. 


આ સ્ટેમ લેબોરેટરીનો લાભ આજુબાજુની તમામ શાળાઓનાં બાળકો પણ લઈ રહ્યાં છે. કોઇપણ વિદ્યાર્થીઓ આ લેબમાં આવી જુદા જુદા પ્રયોગો જાતે કરી શકે છે અને શીખી શકે છે. શાળામાં આ ઉપરાંત 1000 જેટલાં બાળકો માટેના અલગ અલગ કેટેગરીના પુસ્તકો ધરાવતી સોફ્ટવેર બેઝડ સમૃદ્ધ ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં બાળકો ગમે ત્યારે આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે. બાળકો જાતે કોમ્પ્યૂટરમાં પોતાનો જી.આર. નંબર નાખીને પુસ્તકો વાંચવા લઈ જાય છે અને વંચાઈ ગયા પછી તે જાતે પાછા જમા કરાવી શકે છે. જેમાં બાળકો પોતાની નોંધ જાતે જ રાખે છે. સ્ટેમ લેબ અને લાઇબ્રેરી જેવા આવા અત્યાધુનિક શૈક્ષણિક ઉપક્રમોને પરિણામે શાળાના બાળકોના લેખન , વાંચન અને અધ્યયન સ્તરમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તથા ગુણોત્સવમાં પણ શાળાએ સારો દેખાવ કર્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, તેલાવ શાળાને મોડલ સ્કૂલ બનાવવા બદલ વિજયભાઈને રાજ્યમાં ઇનોવેટિવ આચાર્ય સન્માન, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાજ્યપાલ શ્રી દ્વારા બહુમાન જેવા અલગ અલગ સન્માન મળેલા છે. 


~ મિનેશ પટેલ - પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.











શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કાન્તિલાલ પટેલ નું નીલકંઠ ઇન્ટરનેશનલ શાળા ધ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી  ના હસ્તે  સાણંદ તાલુકા ના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન  કરવામાં આવ્યું





શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કાન્તિલાલ પટેલ નું અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પી મહેતા  સાહેબ ધ્વારા સાણંદ તાલુકા ના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન સમારંભ સાણંદ  ની સ્ટાર્ઝ ક્લબ માં કરવામાં આવ્યું

 



શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કાન્તિલાલ પટેલ નું સાર્વજનિક વિદ્યાલય તેલાવ ધ્વારા સન્માન કરવામાં આવ્યું 

 

શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કાન્તિલાલ પટેલ નું તેલાવ પ્રાથમિક શાળા ધ્વારા સન્માન કરવામાં આવ્યું 

શાળા ના શિક્ષિકાબેન શ્રી પારૂલબેન સી તલવાડી નું પ્રતિભાશોધ સ્પર્ધા માં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ ને તૈયાર કરવા બદલ     તેલાવ પ્રાથમિક શાળા ધ્વારા સન્માન કરવામાં આવ્યું 

 

         શાળા પરિવારને “ સ્વચ્છ વિદ્યાલય  “ નો એવોર્ડ મળતાં શાળા પરિવાર હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે, તેઓના સમ્માનરૂપી આશીર્વાદ મળતાં શાળા પરિવારને નવીન ઉર્જાની મળી છે. આ નવીન ઉર્જાનો  ઉપયોગ અમે સૌ બાળસેવા માટે કરીશું તેની આ પળે ખાત્રી આપીએ છીએ..

 

                  જીલ્લા પંચાયત અમદાવાદ ધ્વારા સ્વચ્છ ભારત અભિયાન ધ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન
                     માનનીય ડી.પી.ઓ. શ્રી મહેશભાઈ પી. મહેતા ધ્વારા સન્માન 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  દ્વારા સન્માન

                                                    વોટર એમ્બેસેડર ઓફ અમદાવાદ 



IITE GANDHINAGAR  આયોજિત જ્ઞાનોત્સવ






કાર્યક્રમ