Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

વાલી મીટીંગ


વાલી સંમેલન 
               અત્રે ની તેલાવ પ્રાથમિક શાળા માં ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ નિમિતે વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું  
    સદર કાર્યક્રમ કરતા પહેલા સૌ પ્રથમ દર વર્ષ ની જેમ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ 'પ્રજાસત્તાક દિન ' નિમિતે શાળામાં બાળકો અને સ્ટાફ સમયસર હાજર રહી શાળા ના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી . બાળકો અને ગામ સાથે તથા ગામની વધુ ભણેલી દીકરી સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતો નું ગાન કરવામાં આવ્યું ત્યાર બાદ શાળાના બાળકો એ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ની તૈયારી કરી હતી તે બાળકો ધ્વારા રજુ કરવામાં આવી .ત્યાર બાદ સંસ્કૃતિક કાર્યક્રમ ના અંતે બાળકો ને પ્રોત્સાહિત ઇનામ આગેવાન ધ્વારા આપવામાં આવ્યા .
શાળા ના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ' વાલી સંમેલન ' નું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળામાં બાળકોના વાલીઓ એસ.એમ.સી સભ્યો  જે તે વિસ્તાર નાં વડીલ વ્યક્તિઓ અને ગામના કેળવણીકારવ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા . શાળાના આચાર્ય અને એસ.એમ.સી સભ્યો ધ્વારા સમગ્ર સ્કુલ ડેવલોપમેન્ટ પ્લાન પર વિચારણા કરવામાં આવી.
શાળામાં થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે કલા મહાકુંભ ,શાળા પ્રવેશોતસ્વ,યોગ દિન ,શાળા સલામતી સપ્તાહ ,બાળમેળો ,પતંગોતસ્વ તથા રમત ગમત , ખેલ મહાકુંભ ,જેવા કાર્યક્રમો માં વાલીઓ હાજર રહે ને શાળાને સાથ સહકાર આપે તેના વિષે વાલીઓ ને કહેવામાં આવ્યું .
શાળાનાં આચાર્ય અને એસ.એમ.સી સભ્યો ધ્વારા વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો (CWSN) ચર્ચા કરવામાં આવી .તેવા બાળકો ની જરૂરી સાધન સામગી અને તેના ઉપયોગ ની જાણકારી વાલીઓને આપવામાં આવી . આવા બાળકો માટે સરકારે કરેલી વિવિધ સહાય ની પણ વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
ત્યારબાદ વાલીઓ સાથે બાળકો માટે ચર્ચા કરવામાં આવી કે તે બાળકો ને નિયમિત શાળાએ મોકલે તેમને અન્ય કામમાં ના મોકલી શાળાએ મોકલે તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે તથા કન્યા શિક્ષણ માટે પણ ચર્ચા કરવામાં આવી કે વાલીઓ કુમાર ની જેમ કન્યાઓના શિક્ષણ પર પણ ધ્યાન આપે તેમને પણ આગળ ભણવામાં પ્રોત્સાહિત કરે શાળા કક્ષાએ બાળકો અને શાળા ની ભૌતિક જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી .બાળકો ના શિક્ષણ પર વાલીઓ પુરતું ધ્યાન આપે અને શાળા તથા શાળાના સ્ટાફને વાલીઓ ધ્વારા સહકાર મળી રહે તથા વાલીઓ વ્યસન થી મુક્ત રહે તેની સમજ આપવામાં આવી.

વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !
શાળા એ ગામનું ઘરેણું છે. મોટા ભાગના લેખમાં અમે આ વાક્યનો ઉપયોગ કરીએ છીએકારણ કે આ વાંચીને અથવા તો આ બોલીને આપણને અનેરો આનંદ મળે છે. તેનું એક કારણ એ પણ છે કે ગામ માટે શાળા એ અત્યંત કીમતી સ્થળ છે. હવે જ્યારે ગામ ની જેમ શાળાની વાત આવે ત્યારે એવું કહી શકાય કે વર્ગખંડો એ શાળાનું ઘરેણું છેએ વાત પણ સાચી છે અને તેમાં જો શિક્ષણ ને સારો ઓપ અને ઢાળ આપી સારી રીતે બાળકોને પહેરાવાય તો એ વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.
આપણે સૌ આપણી શાળામાં ખૂબ જ મહેનત કરીએ છીએ. બાળકોની કાળજી લેવી - બાળકોને નવું નવું શીખવવું, બાળકો સાથે લાગણીસભર વર્તવું અને બાળકોએ કરેલ પ્રોજેક્ટને બિરદાવવાથી લઇ બાળકો માટે જરૂરીયાત છે તે બધું જ માસ્તર સુધીનું કામ આપણે સૌ કરતાં હોઈએ છીએક્યારેય કોઈ શિક્ષકના મનમાં  સિનીયોરીટી કે બેઝિક પગાર ધોરણના તફાવત આધારે હું શાળામાં બાળકોને વહાલ કરીશ એવો વિચાર આવ્યો હોય તે ન કલ્પી શકાય તેવી બાબત છે અને આ જ આપણા શિક્ષકત્વ ની સાબિતી આપે છેઆપણા બાળકો સાથે આપણે વર્ગખંડમાં નાચીએ, ગાઈએ, રમીએ, વાતો કરી તેમની શિક્ષણ માટેની તમામ જરૂરીયાત નું ધ્યાન રાખી તેને પૂરી કરવા માટેનો સતત પ્રયત્ન કરીએપુરા ઉત્સાહથી કામ કર્યા પછી પણ આપણા સૌની એક ફરિયાદ સતત રહેતી હોય છે કે આ બધું જેના માટે કરીએ છીએ તે બાળકના વાલીને ન તો તેના બાળકની ચિંતા છે ન આપણે કરેલા કામની કદર !
ત્યારે પહેલો પ્રશ્ન થાય કે શું આપણે તે વાલીના બાળક માટે વર્ગખંડમાં આખો દિવસ મથામણ કરીએ છીએ તે તેના વાલીને જાણ છે ખરી મોટાભાગના બાળકો માટેનો આપણો જવાબ ના હશે કારણ સંવાદનો અભાવ હોઈ શકે  તો એ જ રીતે વાલીને બાળકની ફિકર નથી તેવો આપણો અંદાજ કદાચ વહેમ પણ હોય શકેબની શકે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળક માટે સમય ન ફાળવી શકતા હોય પરંતુ ક્યારેય શાળા અથવા તો તે બાળકના શિક્ષક તરીકે બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે તેવી અથવા તો વાલીનો શિક્ષક સાથે સંવાદ પ્રસ્થાપિત થાય તેવું કોઈ આયોજન કર્યું છે ખરું બની શકે કે જેમ કોઈ બાળક પાછળ આપણી મહેનતની વાલીને ખબર નથી તેમ વાલીની બાળક પ્રત્યેની ચિંતા ની કદાચ આપણા સુધી ન પહોંચી હોય ?
આવી રીતે થતું કાર્ય ને જો કાલ્પનિક રીતે વિચારવામાં આવે તો બાળક વિષુવવૃત્ત છે; વાલી ઉત્તર ધ્રુવ અને શિક્ષક દક્ષિણ ધ્રુવ બની મહેનત અને ચિંતા કરી રહ્યા છે.
પ્રશ્ન એ પણ છે કે વાલી સાથે સંવાદ સાધવાથી શું આપણે તો વર્ગખંડમાં કરવાનું છે તે કર્યા કરવાનું ! વાલી સાથે વાત કરી શું ફાયદો ?
ત્યારે ખાનગી શાળાઓની પદ્ધતિને ધ્યાને લેવા જેવી છે.
ઉદાહરણ તરીકે  ખાનગી શાળાના શિક્ષક વાલી મીટીંગમાં જે તે બાળકના વાલીને તે બાળકે વર્ગખંડમાં કરેલી પ્રવૃત્તિઓ બતાવે છે. [ જે આપણે સૌ પણ કરતાં હોઈએ છીએ પરંતુ તેનું પ્રદર્શન વર્ગખંડ પુરતું સીમિત બની જાય છે સ્વાભાવિકપણે વાલી પોતાના બાળકની પ્રવૃત્તિઓથી આનંદિત થાય જસાથે સાથે તે શિક્ષક તેમના બાળકના માટે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચનાઓ પણ કરશે  લખવામાં ઉતાવળ કરે છેઅક્ષર સારા કાઢતો નથી  વાંચવાનું તૈયાર કરવાનું કહીએ તો કરી લાવતો નથી  વગેરે વગેરે  હવે વિચારો કે આમાં શાળાએ શું કર્યું  બાળક માટે પોતે કરેલા પ્રયત્નોને વાલી સામે મુક્યા  વાલીનો શાળા  શિક્ષક અને બાળક સામે નો આદરભાવ વધ્યો  શાળાએ વાલીને એવી બાબતો સોંપી કે જે દરેક વાલી કરી શકેતમને થશે કે અમે પણ સુચના કરીએ છીએ પણ વાલી સાંભળતા જ નથી  તેનું કારણ આપણે પહેલું પગથીયું છોડી બીજા પગથિયાં થી શરુ કર્યું  એટલે કે બાળકે અને તમે કરેલ વર્ગખંડની મહેનત વાલી સામે પ્રસ્તુત કરવાથી જ તે વાલીને પોતાના બાળકના અભ્યાસમાં રસરૂચી કેળવાય છેત્યારબાદ જ ખરેખર શિક્ષક તરીકે આપણા કામ હતાં તે વાલી પણ ઉપાડી લે છે  જેમકે ઘરે અક્ષરો સુધારવા માટેના પ્રયત્નો  વાંચી તૈયાર કરવા માટેની કાળજી  હોમવર્ક વગેરેઅને ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ તેવી ભાગીદારી બનાવી શકીએ છીએ  પરંતુ પહેલાં પણ કહ્યું તેમ સંવાદ જ એકમાત્ર ઉપાય છે...
સંવાદ માટે શું કરી શકાય એવો પ્રશ્ન હોય તો તેનો પહેલો સરળ અને હાથવગો ઉપાય છે આજનું સોશિયલ મીડિયા. જેના થકી આપણા વર્ગખંડના પ્રયત્નો તેમના સુધી પહોંચાડી શકીએ.
બીજો ઉપાય છે આપણી શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે જ્યારે ગામ શાળામાં મહેમાન બનીને આવે છે ત્યારે શાળામાં આવેલા વાલીઓ ફક્ત ધ્વજવંદન કરી કાર્યાલય અને કેમ્પસમાંથી  પરત ફરતા હોય છેઅને બીજી બાજુ જોઈએ તો તે  સમયમાં આપણે બાળકો માટે કરેલી મહેનત ના ડોક્યુમેન્ટ વર્ગખંડોમાં બંધ પડ્યા હોય છે. જેથી વાલીઓ શાળામાં આવીને તો જાય છે પરંતુ તેના બાળકે કરેલી પ્રવૃતિઓ અથવા તો તેના બાળકની સારી બાબતો જાણ્યા વિના  પાછા વળી જાય છે. હવે આવી પળોનો લાભ લઇ આપણે તેમના બાળક માટે કરેલી મહેનતને જો તેમની સામે પ્રદર્શિત  કરીએ તો તે ક્યારેય પણ આપણી મહેનત અને તેનાં બાળકોની કાબેલિયતને જાણી શકવાના નથી, અને તે માટે આપણે  જવાબદાર કહેવાઈશુંતેની સાથે તેના બાળક વિશેનો સંવાદથી મહેમાન બનીને આવેલા વાલીને આપણી શૈક્ષણિક પ્રક્રિયાના  સહભાગીદાર  બનાવી શકાશે. આવી તક શોધતાં રહેવું અને તક મળે ત્યારે કહેતાં રહેવું   સહભાગીદારી વિકસાવવાની પ્રક્રિયા છે.  જે ખરેખર આપણા વર્ગકાર્યને  સરળ બનાવવામાં પણ ખૂબ કામ લાગશે 

U વાલી સંમેલન તેલાવ U

                                શિક્ષણ વ્યવસ્થા છે તો આખરે બાળકો માટે એ બાળકો જે આવતીકાલનો સમાજ છેતેમને ફક્ત ભણાવીશું  તો કદાચ ફકતને ફક્ત શિક્ષિત કહેવાતો તે આપણો આજનો વિદ્યાર્થી આવતીકાલે સમાજને ઉઠા ભણાવશે” ! સમાજને પરસ્પર જોડે અને સમાજને ઉપયોગી બને  પરસ્પરની લાગણીઓ સમજી સહકારથી જીવે એવો આવતી કાલનો સમાજ આજના આ જ બાળકો દ્વારા શક્ય છેઆ માટે સમાજે બાળકોને શાળામાં મોકલી દીધા હવેશાળા એ કોઈ ફેકટરી તો નથી જ કે પ્રોડક્ટની ક્વોલીટી ને ભૌતિક રીતે ચકાસી શકે  બાળકો પણ એવી કોઈ નિર્જીવ ચીજ નથી કે એમને એ રીતે તપાસી શકાય શાળાએ બાળકોનું ઘડતર કરવાનું કાર્ય કેવી રીતે કર્યું છે તે આરસીમાં જોઈ શકાય  અને તે આરસી એટલે સમાજ પોતે આ આરસીમાં શાળા પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. ખાનગી શાળાઓની પેરન્ટસ મીટીંગમોટાભાગે માર્ક્સ ની માથાકૂટ હોય છેવાલીઓ પાસે તમારા બાળકના અક્ષર સારા નથી તો તમે ઘેર પાસે બેસાડી લખાવજો” ની અપેક્ષા શાળાઓ રાખે. એનાથી વિપરીત સરકારી શાળાનું વાલી સંમેલન મોટાભાગે સરકારી” બને છે  તે અસરકારી બની શકતું નથી કારણો ઘણા છે  પણ દોસ્તો  એમાં સીધા વહેણે તરવાનું હોત તો આપણી ખુમારી ક્યારની ઘટી ગઈ હોત આ વર્ષના અંતિમ વાલી સંમેલનમાં આપણી શાળાને પણ સામાન્યપણે નડતી મુશ્કેલી જેવી વાલીઓની ઓછી હાજરીની સમસ્યા નડી૨૨ જેટલા જ વાલીઓ આવ્યાઉત્સાહને ઓછો કર્યા વગર તેમની સાથે બાળકોના સર્વાંગી વિકાસ અને તેમને સમાજના કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ બનાવવા શાળા જે પ્રયત્નો કરે છેતેની ચર્ચા કરી.છેલ્લો બોલ એમના ખોળામાં નાખ્યો તો  હવે પછીનું વાલી સંમેલન કરવાની જવાબદારી આવેલ વાલીઓએ વહેચી લીધી– “ હવે સાહેબ તમારે નહિ અમારે બધાને આમંત્રણ આપવાનું”–
આંખમાં ચમક સાથે આ

એસ.એમ.સી. મિટિંગ। ........

               આજ રોજ તા:૨૮-૦૬-૨૦૧૯ ને શુક્રવાર ના  રોજ એસ.એમ.સી ની મીટીંગ યોજાઈ 


વાલી મીટીંગ

SMC  ની પુનઃ રચના સંદર્ભમાં મળેલી વાલી મીટીંગ  વર્ષ-૨૦૧૮-૧૯



ધાર્મિક લઘુમતી શિષ્યવૃતિ સંદર્ભમાં મ મળેલી વાલી મીટીંગ